ગમતું હોય તમારું એમા હોય મારું સારું વાલાજી વાલાજી કરજો ગમતું તમારુ ૧/૧

ગમતું હોય તમારું એમાં હોય મારું સારું, વાલાજી વાલાજી કરજો ગમતું તમારુ, 
ઇચ્છા હોય તમારી એમાં ભળે ઇચ્છા મારી, એક પણ ઇચ્છા તમે પુરશો નહિ મારી... ટેક.
તમારે માટે હું છું પિયા તમે નહીં મારે માટે, તમારા કામમાં આવું વાલા સદાય શિરને સાટે, 
કૃપા એવી કરજો શ્રીજી તમ વિના ઇચ્છા થાય ના બીજી, સુણજો એટલું મારુ... ગમતું૦ ૧
વાલમ તમને વિસરુ નહીં વિસરુ મારો અહં, મારું તારું વિસરુ હરિ સમરુ તમને હરદમ, 
તમે મારી શાંતિ ક્રાંતિ બીજી બધી ટાળો ભ્રાંતિ, એક તમને જ ભાળું... ગમતું૦ ૨
અનેકમાં એક તમને જોઉં તમે જ સર્વ કર્તા, તમારી મૂર્તિમાં હું ખોઉં હરિજનના હિતકર્તા, 
જ્ઞાનજીવન મને ભૂલી જાઉં એવો તમારામાં ડુબી જાઉં, 
આ તાન સદાયે મારુ... ગમતું૦ ૩ 

મૂળ પદ

ગમતું હોય તમારું એમાં હોય મારું સારું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0