પ્રભુ તમને પોકારુ, સદા તમને સભારુ કાંઇક કરો, હરો હરો હવે દુઃખ હરો ૧/૧

પ્રભુ તમને પોકારુ, સદા તમને સંભારુ,
કાંઇક કરો, હરો હરો હવે દુઃખ હરો...ટેક.
મારા ટાળોને મનનાં ચાળા, મને લાગો વિષય ભમરાળાં,
બીજો ઘાટ ન થાય, મન કયાંય ન જાય, એવું કરો...હરો૦ ૧
નથી એવો કોઇ શકિતમાન, તમ વિના બીજો ભગવાન,
જેથી મારું દુઃખ જાય, મને સદા શાંતિ થાય, તેમ કરો...હરો૦ ૨
તમે સમરથ એક દયાળું, આવ્યો શરણે તમારે કૃપાળું,
રડી રડી કહે જ્ઞાન, અરજી સ્વીકારો ભગવાન, સુખી કરો...હરો૦ ૩

મૂળ પદ

પ્રભુ તમને પોકારુ, સદા તમને સંભારુ

મળતા રાગ

તમે મારા થયા હું તમારો થયો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી