છે અરજી ઉરની એક, નિભાવો ટેક, પ્રભુજી અમારી ૧/૧

છે અરજી ઉરની એક, નિભાવો ટેક;
		પ્રભુજી અમારી, હું ભક્તિ કરું તમારી...ટેક.
સુખ સર્વ ભલે સામે આવે, નહીં પ્રેમ તમારો ભુલાવે;
	આ ભવસાગરથી લેજો પ્રભુજી ઉગારી...હું ભક્તિ ૦ ૧
દુ:ખના દરિયે જીવન ઝૂકે, પણ સ્મરણ તમારું ના ચૂકે;
	આ દિલડું આજે એમ કહે છે પુકારી...હું ભક્તિ૦ ૨
જગ હોય ભલે નિંદા કરતું, પણ આ મન બીજે ના ફરતું;
	આ શિર પર ભલેને રૂઠે દુનિયા સારી...હું ભક્તિ૦ ૩
રહો ચરણમાં ચિત્તડું મારું, ઘનશ્યામ તમોને પોકારું;
	અંત સમયની એક માગણી મારી...હું ભક્તિ૦ ૪
 

મૂળ પદ

છે અરજી ઉરની એક નિભાવો ટેક

મળતા રાગ

ઢાળ : તુમ્હી ચલે પરદેશ

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૨
Studio
Audio
1
0