શ્રી નગર રાજે સદા; શ્રી નરવીર૧/૨

રાગ : ગરબી - પદ-૧

શ્રી નગર રાજે સદા; શ્રી નરવીર...શ્રી નગર૦ ટેક.

ભુજ વિષે નરવીર વિરાજે, સુંદર શ્યામ શરીર...શ્રી નગર૦ ૧

માંડવીમાં રાધાકૃષ્ણ જુગલછબી, જોતાં મન રહે સ્થીર...શ્રી નગર૦ ૨

મુળીમાં શ્રીકૃષ્ણરાધાજી, હરિકૃષ્ણ હરે પીર...શ્રી નગર૦ ૩

કૃષ્ણરાધાજી રાજે કરાંચી, ધર્મતનુજ મહાધીર...શ્રી નગર૦ ૪

ચરાડવે રાધામાધવ શ્રીજી, આપે સુખ અચિર...શ્રી નગર૦ ૫

કૃષ્ણ અને બળદેવ જેતલપુર, રેવતી રાજે રુચિર...શ્રી નગર૦ ૬

ધર્મદેવ ભક્તિ સિદ્ધપુરમાં, નિજ સુત ગુણ ગંભીર...શ્રી નગર૦ ૭

વિશ્વવિહારીલાલને સ્મરતાં, અંતર ટળે તિમિર...શ્રી નગર૦ ૮

મૂળ પદ

શ્રી નગર રાજે સદા; શ્રી નરવીર

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી