વારે વારે વંદુ હું તો પ્રગટના ધામ૨/૨

પદ-૨

વારે વારે વંદુ હું તો પ્રગટના ધામ...વારે૦ ટેક.
શારદ શેષ જેનું જાણે ન હારદ, તે મળ્યા પૂરણકામ...વારે૦ ૧
છપૈયામાં રાજે કુંજવિહારી, રાધાજી ને ઘનશ્યામ...વારે૦ ૨
ઇડરમાં હરિકૃષ્ણ વિરાજે, શ્રીગોપીનાથ સુખધામ...વારે૦ ૩
ધર્મભક્તિ હરિકૃષ્ણ પ્રાંતીજ, જે જન મન આરામ...વારે૦ ૪
શ્રીહરિકૃષ્ણ વંદુ માણસામાં, રાધાકૃષ્ણ શુભ નામ...વારે૦ ૫
ધોળકામાં જોઇ મોરલી મનોહર, પ્રેમથી કરું પ્રણામ...વારે૦ ૬
આ સહુ દેવનાં ધામ સંભારી, ગાશે જે હરિગુણગ્રામ...વારે૦ ૭
વિશ્વવિહારીલાલજી તેનાં, હરશે દુઃખ તમામ...વારે૦ ૮

મૂળ પદ

શ્રી નગર રાજે સદા; શ્રી નરવીર

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી