ધીક ધીક રે પ્રભુ ભજ્યો નહીં આ ટાણે; તુંને ડાહ્યા જનો શું વખાણે રે ૧/૧

ધીક ધીક રે પ્રભુ ભજ્યો નહીં આ ટાણે;
તુંને ડાહ્યા જનો શું વખાણે રે...ધીક૦ ટેક.
મળ્યો મનુષ્યનો દેહ નાવ જેવો, ભવસિંધુ તરી શકાય તેવો;
રહ્યો આળસુ તું એવો ને એવો રે...ધીક૦ ૧
તેં મોહની મદિરા ઘણી પીધી, તારી અક્કલ ઉઠાવી જોને દીધી;
તેં તો સંગ કુકર્મીની કીધી રે...ધીક૦ ૨
તું તો ડોળમાં ડહાપણ દેખાડે, નક્કી મારગ ચડી ગયો આડે;
તને સાધુ શું કહીને દેખાડે રે...ધીક૦ ૩
વિશ્વવિહારીલાલજી ભજીશ, સહેજે સંસારસિંધુ તરીશ;
ધામ અક્ષરમાં વાસ તું કરીશ રે...ધીક૦ ૪ 
 

મૂળ પદ

ધીક ધીક રે પ્રભુ ભજ્યો નહીં આ ટાણે

મળતા રાગ

મરશિયાનો

રચયિતા

આચાર્ય શ્રીવિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
ઉપદેશરસ
Studio
Audio
0
0