શ્રીજી મહારાજ માગું, શરણ તમારું;૧/૧

 શ્રીજી મહારાજ માગું શરણ તમારું;
	શરણ તમારું માગું, શરણ તમારું...શ્રીજી૦ ટેક.
અખંડ છતાં મુરારી, થયા અવતારી;
	મનુષ્ય લીલા બતાવી ગુણ શા ઉચ્ચારું...શ્રીજી૦ ૧
પ્રગટ પ્રભુ પિછાન્યા, ધન્ય ભાગ્ય મારાં;
	મળ્યા સહજાનંદ સ્વામી, અદ્ધમ ઉધાર્યા...શ્રીજી૦ ૨
રામરૂપે રાવણ માર્યો, કૃષ્ણરૂપે કંસ સંહાર્યો;
	નારાયણનું નામ જ લેતાં, અજામેળ તાર્યો...શ્રીજી૦ ૩
ગઢડું ગોકુળ સમ કીધું, ઘેલા નીર પ્રેમે પીધું;
	દાદા ખાચરને દીધું, મોક્ષપદ પ્યારું...શ્રીજી૦ ૪
ભગવતસુત કહે છે પ્રીતે, પ્રભુ ભજો રૂડી રીતે;
	ભવજળ તરવાનું, નાવ છે આ સારું...શ્રીજી૦ ૫ 
 

મૂળ પદ

શ્રીજી મહારાજ માગું, શરણ તમારું;

મળતા રાગ

યમન

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
8
1
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.



Studio
Audio
0
0