ભાડું ભાડું ભાડું રે, નહિ લઉં હું નાવનું ભાડું ૧/૨

	ભાડું ભાડું ભાડું રે, નહિ લઉં હું નાવનું ભાડું;
		પાર સામે મફત પહોંચાડું રે નહિ લઉં...ટેક.
હું કર્ણધાર છું સરયુ નદીનો, સાચું કહી દેખાડું રે...નહિ૦ ૧
આ કર્ણધાર છે ભવસાગરનો, તે બાળને હું રમાડું રે...નહિ૦ ૨
ભાડાને બદલે રમાડવા દ્યો, માનીશ મોટું સપાડું રે...નહિ૦ ૩
તે કર્ણધાર ને હું કર્ણધાર છું, નામને કેમ લજાડું રે...નહિ૦ ૪
નાતીલે નાતીલાનું ભાડું ન લેવું, તે કેમ રીત મટાડું રે...નહિ૦ ૫
ભાડું લીધું નહિ ગુહરાજાએ, ચાલ નવો કેમ પાડું રે...નહિ૦ ૬
કુટુંબ સહિત હું તમને ઉતારું, કહો તો ઉતારું ગાડું રે...નહિ૦ ૭
લાલ વિહારીના ધામમાં જાતાં, આવે ન મને કાંઈ આડું રે...નહિ૦ ૮
 

મૂળ પદ

ભાડું ભાડું ભાડું રે, નહિ લઉં હું નાવનું ભાડું

મળતા રાગ

ઠુમરી

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી