તીરે તીરે તીરે રે; સખી જોયા મેં સરયુ તીરે;૨/૨

પદ-૨

તીરે તીરે તીરે રે; સખી જોયા મેં સરયુ તીરે;
શ્રીહરિ શ્યામ શરીરે રે; સખી જોયા મેં સરયુ તીરે...ટેક૦
સરયુ કિનારે સુંદર શોભે; ગિરધર ગુણ ગંભીરે રે...સખી૦ ૧
આનંદ વળી અદકો ઉપજાવ્યો; શીતળ મંદ સમીરે રે...સખી૦ ૨
માતાએ ત્યાં હરિને નવરાવ્યા; નદીના નિર્મળ નીરે રે...સખી૦ ૩
શ્રીહરિનું માએ ? શરીર લૂયું; ચંપકવર્ણી ચીરે રે...સખી૦ ૪
તેમની પાસેથી લઇ વળી તેડ્યા; રામ પ્રતાપજી વીરે રે...સખી૦ ૫
માલણ ત્યાં એક છાબ ભરી લાવી; ફળ અનાર અંજીરે રે...સખી૦ ૬
ભક્તિ માતાએ તે ભેટજ લીધી; પછી ચાલ્યા ધીરે ધીરે રે...સખી૦ ૭
લાલ વિહારીની ટોપી ભરેલી, માણેક મોતીને હીરે રે...સખી૦ ૮

મૂળ પદ

ભાડું ભાડું ભાડું રે, નહિ લઉં હું નાવનું ભાડું

મળતા રાગ

ઠુમરી

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી