એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ, ૧/૯

 રાગ : ગરબી - પદ-૧

એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ,
મૂર્તિ શોભે મહારાજની ઉગ્યા સૂરજભાણ...          
નવઘરું શિરે શોભતું, જાણે રવિનો ભાસ,
જોઇને મોહી સુરવનિતા, વિમાન છાયાં આકાશ...
મેઘાડંબર હરિ ઉપરે, ઇન્દ્રે ધર્યો તે વાર,
ચંદન પુષ્પની વૃષ્ટિ કરે બ્રહ્માદિ દેવ અપાર...   
કેસર તિલક સોહામણું, શોભે ભાલ વિશાલ,
નાસા ભ્રૃકુટિ વાંકડી, ગાલે ટીબડીનો તાલ...        
શોભે અધર અતિ રાતડા, માંહી મધુરીહાસ;
દાસ ગોપાલ કહે, દંતપંક્તિ કરે પ્રકાશ...             ૫  

મૂળ પદ

એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ,

રચયિતા

ગોપાલદાસ

નોન સ્ટોપ કીર્તન વિગત

એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ,  ૦૦.૦૦
કુંડલ પહેર્યાં કાનમાં, નેત્ર અણિયાળાં લાલ;     ૦૩.૪૭
આગે અસ્વારીને આંબલો, વાંસે મુનિનાં વૃંદ;   ૦૬.૦૧
એવી શોભાને ધારતા, આવે મનોહરલાલ         ૧૦.૦૦
બેઠા સિંહાસન ઉપરે, સહજાનંદ સુખ ધામ       ૧૩.૨૪
શ્રીપુર મધ્યે શોભતું, પ્રથમ કરીને ધામ             ૧૬.૨૧
નાહીને કાંકરીયાના નીરમાં, સખા સહિત         ૧૯.૦૦
સંવત અઢાર બ્યાસીયે, રંગ કરીને સાર;           ૨૧.૩૦ 
રંગ ભરેલા લાલજી, જળમાં ઝીલે બળવીર         ૨૪.૦૦  

 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રઘુવીર કુંચલા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
શ્રી હરિ કીર્તનમાળા-૧
Studio
Audio
3
0
 
પ્રેમવદનદાસ સ્વામી-શુકમુનિદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

આજ મારે ઓરડે રે
Studio
Audio
3
0