હૈયુ મારું તો પોકારે હે ઘનશ્યામજી રે અનંત દેહમાં રખડી આવ્યો ૨/૪

હૈયું મારું તો પોકારે હે ઘનશ્યામજી રે...ટેક.
અનંત દેહમાં રખડી આવ્યો, કોઇ જન્મમાં ક્યાંય ન ફાવ્યો,
આવ્યો શરણે તમારા હે સુખધામજી રે...હૈયું૦ ૧
રક્ષા કરજો રક્ષા કરજો, વહાલા વિનંતિ હૈયે ધરજો,
ટાળો મારા લોભ ક્રોધ ને કામજી રે...હૈયું૦ ૨
દુનિયા જાણે શુદ્ધ મને તો, બધી ખબર છે વ્હાલા તને તો,
અધમ ઉદ્ધારણ સત્ય કરોને નામજી રે...હૈયું૦ ૩
સહજાનંદજી સ્વામી છો મારા, હે બહુનામી પ્રીતમ પ્યારા,
જ્ઞાનનું હૈયું ઠારોને આઠો જામજી રે...હૈયું૦ ૪

મૂળ પદ

આવ્યો શરણે હું સહજાનંદ મારા બાપજી રે

મળતા રાગ

રૂડા લાગો છો રાજેન્દ્ર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0