પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ, ૧/૧

પૂછી જો અંતરને તારા

પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ,

કહોને ક્યાંથી રીઝે ઘનશ્યામ...ટેક૦

પુન્ય ગયું પરવારી આજે, વધી રહ્યું છે પાપ...કહોને૦ ૧

સ્વારથના સહુ સગાં સંબંધી, સ્વાર્થની છે દુનિયા અંધી;

વહાલા વેરી થાતાં જગતમાં, સરી જતું જ્યાં સ્વાર્થ...કહોને૦ ૨

કામિની ને કંચન કાજે, ભાઇ ભાઇનાંગળાં જ કાપે;

શરમ ન આવે સહેજે રે તુજને, કરતાં કાળાં કામ...કહોને૦ ૩

જૂઠું બોલતાં નવ અચકાતાં, માનવ દિન દિન દાનવ થાતાં;

પાપી પેટને ખાતર આજે, કતલ થતી ગૌમાત...કહોને૦ ૪

સત્ય અહિંસા દયા ભુલાઇ, લાભને લોભે વધી બુરાઇ;

દુઃખમાં નાખે દીકરીને, પછી લે'ર કરે માબાપ...કહોને૦ ૫

ગયો જમાનો રામ સીતાનો, પતિવ્રતા ને પવિત્રતાનો;

આજ કાલના જુવાનીયાએ, નેવે મૂકી લાજ...કહોને૦ ૬

ધર્મ નિયમને છેટે મૂક્યા, ઇશ્વરને પણ છેકજ ચૂક્યા;

દારૂ પીધેલાં માંકડા જેવા, જીવ બન્યા બેફામ...કહોને૦ ૭

પાપનાં પોટલાં બાંધ્યાં પ્રાણી, લોકમાંહી શી કરી કમાણી;

માધવદાસ કહે મૂરખ, મૂળગો ખોયો માલ...કહોને૦ ૮

મૂળ પદ

પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ,

રચયિતા

માધવદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
3