ધન્ય વૃન્દાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા; ૧/૧

		વચ. વરતાલ ૧૨

ધન્ય વૃન્દાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા;
શ્રી જમુનાજી પુણ્યતણો ગત નહિ પાર રે નાવા હરિ પેસતા...ટેક૦

ધન્ય ધન્ય તે વ્રજના સાથને, ધન્ય ધન્ય એ નંદજી તાતને;
ધન્ય ધન્ય તે જશોદા માતને, ધન્ય ધન્ય તે વ્રજના સાથને...ધન્ય૦ ૧

ધન્ય ધન્ય તે વ્રજની વૃક્ષવેલી, ધન્ય ધન્ય એ સરખી સાહેલી;
ધન્ય હરિ વળગી જેની બેલી, ધન્ય ધન્ય તે વ્રજની વૃક્ષવેલી...ધન્ય૦ ૨

ધન્ય ધન્ય ગોકુળની ધેનુને, ધન્ય ધન્ય વાલાની વેણુને;
ધન્ય ધન્ય કામણગારી નેણુને, ધન્ય ધન્ય ગોકુળની ધેનુને...ધન્ય૦ ૩

ધન્ય ધન્ય કરુણા પુતના માસી, ધન્ય ધન્ય મૃત્યુની ટાળી ફાંસી;
વાલે મુક્ત પમાડયાં ગોકુળવાસી,ધન્ય ધન્ય કરુણા પુતના માસી...ધન્ય૦ ૪

ધન્ય ધન્ય એ ગોકુળ ગામને, તે તે પામ્યાં હરિના ધામને;
વારી જાઉં શામળા શ્યામને, ધન્ય ધન્ય એ ગોકુળ ગામને...ધન્ય૦ ૫

ધન્ય કંસરાયના કારજ કર્યાં, રાજા ઉગ્રસેનને શીર છત્ર ધર્યાં;
મહેતા નરસૈયાને અખૂટ ભર્યા, ધન્ય કંસરાયના કારજ કર્યાં...ધન્ય૦ ૬ 

 

 

મૂળ પદ

ધન્ય વૃન્દાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા

મળતા રાગ

સોરઠા

રચયિતા

નરસિંહ મેહતા

ઉત્પત્તિ

વચ. વરતાલ ૧૨

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
સંકીર્તન સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
વચનામૃતનાં પ્રસાદીભૂત કીર્તનો - ૦૨
Studio
Audio & Video
0
0