નીરખી નયણાને તૃપ્તિ ના વળે રે લોલ, મૂર્તિ માધુરી એની રમ્ય રે ૧/૧

નીરખી નયણાને તૃપ્તિ ના વળે રે લોલ, મૂર્તિ માધુરી એની રમ્ય રે;
			શ્રીજીના સ્નેહ મને સાંભરે રે લોલ...ટેક.
દયાનાં ભરેલ એનાં દીલડાં રે લોલ, આંખડી ભરેલ અમીરેલ રે-શ્રી૦
ઘોડલે ચડીને ઘેલે પરવરે રે લોલ, ખાંતે ખેલે તે નીરમાંય રે-શ્રી૦
ગઢપુર ગામ કેરે ગોંદરે રે લોલ, ઝંખતી જુએ જનભીડ રે-શ્રી૦
દાદાને દરબાર દીપતા રે લોલ, ઢોલિયો ઢળાવી બેસે બહાર રે-શ્રી૦
ફરતી ફળિમાં એક લીંબડી રે લોલ, છાયામાં જામે ભક્તભીડ રે-શ્રી૦
તુલસીની માળા માગી ફેરવે રે લોલ, ખેંચે તોડીને કોઈ દિન રે-શ્રી૦
ગાયે વાજિંત્ર સાથ મંડળી રે લોલ, ચપટી વજાડી વાલો ગાય રે-શ્રી૦
આંટો લઈને અલબેલડો રે લોલ, ફેંટો બાંધીને બને છેલ રે-શ્રી૦
સુણતાં કથા તે હરે બોલતા રે લોલ, ડોલે મગન સૂણી મર્મ રે-શ્રી૦
આપી આશિષ રાજી થઈ જતા રે લોલ, સંતને ભેટે તે ભરી બાથ રે-શ્રી૦
દયા ધરીને થતા આકળા રે લોલ, દેવાને અન્ન ધન વસ્ત્ર રે-શ્રી૦
ઝડીએ તે બ્રહ્મરસ વર્ષતો રે લોલ, ઝીલીને ઝિલાવે વસંત રે-શ્રી૦
 

મૂળ પદ

નિરખી નયણાને તૃપ્તિ ના વળે રે લોલ,

મળતા રાગ

ઢાળ : મહિડાનાં દાણ અમે

રચયિતા

વસંત

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
શ્રીજી વંદના
Studio
Audio
0
0