આજ સો સો વર્ષોનાં વાણાં વાઈ ગયાં, તોયે જાણે હજુ કાલ સવારની વાત રે ૧/૧

આજ સો સો વર્ષોનાં વાણાં વાઈ ગયાં;
તોયે જાણે હજુ કાલ સવારની વાત રે;
	સહજાનંદ સ્વામી, ગઢપુર જોતાં જ શ્રીજી સાંભરે...ટેક.
એનો એ દરબાર એના એ ઓરડા,
	એનાં એ તોરણ ચાકળા હિંડોળા ખાટ રે...સહજાનંદ૦ ૧
એનો એ લીંબડો ને અક્ષરઓરડી,
	એનાં એ ગાદી તકિયા રંગતપાટ રે...સહજાનંદ૦ ૨
સાધુ બ્રહ્મચારી પાળાની સાથમાં,
	ખાંતિલો આંહીં ખેલતા રંગ ખેલ રે...સહજાનંદ૦ ૩
આજ સૂનો દરબાર સૂના એ ઓરડા,
	સૂના દીસે આજ ઘેલા નદીના ઘાટ રે...સહજાનંદ૦ ૪
લક્ષ્મીવાડી લાડીલા લાલની,
	પોઢયા જિયાં પાતળિયો મુજ પ્રાણ રે...સહજાનંદ૦ ૫
ગંગાજળીએ હરિને ગોતિયા,
	જળશયામાં જોયા જીવનપ્રાણ રે...સહજાનંદ૦ ૬
ગુણિયલ મૂર્તિ રે ગોપીનાથની,
	દર્શન કર્યે શાંત દિલ થાય રે...સહજાનંદ૦ ૭
માગે કર જોડી માવદાનજી,
	શ્રીજી સદાયે રહેજો મારી સહાય રે...સહજાનંદ૦ ૮
 

મૂળ પદ

આજ સો સો વર્ષોનાં વાણાં વાઇ ગયાં;

મળતા રાગ

ઢાળ : ડંકો દીધો તે

રચયિતા

માવદાન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
9
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
શ્રીજી વંદના
Studio
Audio
10
8