શામળા લેજો સંભાળ, હોડી મારી દરિયે ઝૂલે છે ૧/૧

શામળા લેજો સંભાળ, હોડી મારી દરિયે ઝૂલે છે...ટેક.
મોહ માયાના લોઢ ઊઠે છે, દરિયામાં તોફાન અપાર...હોડી૦ ૧
કામ ને ક્રોધનાં વાદળાં ચડયાં છે, ઝેરના વરસે વરસાદ...હોડી૦ ૨
ઝેરના ને વેરના વાવટા ચડયા છે, અંતરમાં તોફાન અપાર...હોડી૦ ૩
એક જ ખારવો તુજને ધાર્યો છે, એક મારે તારો આધાર...હોડી૦ ૪
ભક્તિ સ્વરૂપી માલ ભર્યો છે, લઈ જાઓ સામે કિનાર...હોડી૦ ૫
સંતમંડળના સ્વામી શામળિયા, બેડલી ઉતારો પાર...હોડી૦ ૬
 

મૂળ પદ

શામળા લેજો સંભાળ, હોડી મારી દરિયે ઝૂલે છે

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
9
0