તમે મારા થયા, હું તમારો થયો બહુનામી, આવો આવો સહજાનંદ સ્વામી ૧/૧

તમે મારા થયા, હું તમારો થયો બહુનામી,
			આવો આવો સહજાનંદ સ્વામી...ટેક.
હું તો જપું તમારી માળા, વાલા નિશદિન કરું કાલાવાલા;
	વાલા વેગે આવો, મારા મનડે ભાવો બહુનામી...આવો૦ ૧
હું તો વાટલડી તારી જોતો, વાલા તારા વિયોગે હું રોતો;
	આંખો આંસુ ભીની, રોઈ થઈ છે ઝીણી બહુનામી...આવો૦ ૨
પ્રભુ હું છું તમારો બાળ, તમે મારા જીવન પ્રતિપાળ;
	દિવસે રેન નહીં, હૈયે ચેન નહીં બહુનામી...આવો૦ ૩
તવ ભક્ત કહે પ્રભુ આવો, આવી હાથ ગ્રહી લ્યોને મારો;
	મુખે માંગું એવું, તારાં ચરણે રહેવું બહુનામી...આવો૦ ૪
 

મૂળ પદ

તમે મારા થયા, હું તમારો થયો બહુનામી

મળતા રાગ

ઢાળ : શંભુ શરણે પડી

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ


રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી


Studio
Audio
7
2
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
માલકૌંસ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મારા સહજાનંદસ્વામી
Studio
Audio
1
0