માવાના મુગટડાનાં મોતી ઝીણાં ઝગમગ ઝળકે છે ૧/૨

માવાના મુગટડાનાં મોતી ઝીણાં ઝગમગ ઝળકે છે;
	ઝગમગ ઝળકે છે, મનોહર મણિયું ચળકે છે...માવાના૦ ટેક.
લીલાં પીળાં રાતાં મોતી, કાળાં ધોળાં કોરે;
	મોરકળાયલ મણિયું જડિયું, જોતાં ચિત્તડું ચોરે...માવાના૦ ૧
કાળો કાળો કહાન કોડીલો, તેથી કાળા કેશ;
	કાળું કાજળ નેણે સાર્યું, કામળી કાળી મેશ...માવાના૦ ૨
પીળાં પીળાં પીતાંબર ને, પીળો હેમ કંદોરો;
	પીળો કેસર લેપ લલાટે, પીળો કુસુમનો તોરો...માવાના૦ ૩
રાતો કુંકુમ ચંદ્રક ભાલે, રાતાં મુખ તંબોળ;
	રાતી હાથ હથેળી શોભે, અધર રાતાચોળ...માવાના૦ ૪
લીલી લીલી સુંથણલીને, લીલો ખંભે પટકો;
	લીલા રંગની છડી લઈને, કહાન કરે બહુ લટકો...માવાના૦ ૫
ધોળાં ધોળાં મોતીડાં ને, ધોળો ફૂલનો હાર;
	ધોળા મુખમાં દાંત દેખીને, દાસ હરિ બલિહાર...માવાના૦ ૬
 

મૂળ પદ

માવાના મુગટડાનાં મોતી ઝીણાં ઝગમગ ઝળકે છે

મળતા રાગ

ગરબી

રચયિતા

હરિદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0