મારી હરપળ ભૂલો થાય, મને માફ કરો હરિરાય માફ કરો હરિરાય, હું તો છું રે તમારી ગાય ૧/૪

મારી હરપળ ભૂલો થાય, મને માફ કરો હરિરાય,
માફ કરો હરિરાય, હું તો છું રે તમારી ગાય...ટેક.
મારા દોષો અપરંપાર, મને ઉતારો શ્રીજી પાર,
ઉતારો શ્રીજી પાર, હું આવ્યો તમારે દ્વાર...મારી૦ ૧
મારી ઉપર કરો હરિ મેર, મારા શત્રુ ટાળો સારી પેર,
શત્રુ ટાળો સારી પેર, મને આપો સદા લીલાલેર...મારી૦ ૨
જ્ઞાનજીવન કહે સુણો બાપ, મારા ટાળોને સર્વે પાપ,
ટાળોને સર્વે પાપ, હવે ઉઠોને હરિ આપ...મારી૦ ૩

મૂળ પદ

મારી હરપળ ભૂલો થાય, મને માફ કરો હરિરાય

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી