પ્રભુ મને થાજે એવો અનુકૂળ, જેથી મને સૂઝે મારી ભૂલ ૧/૧

પ્રભુ મને થાજે એવો અનુકૂળ, જેથી મને સૂઝે મારી ભૂલ...ટેક.
દોષ બીજાને દેતાં પેલાં, હું સમજુ મારી ભૂલ;
	પાપ બધાંએ પ્રગટ કરીને, થઈ જાઉં હળવો ફૂલ...પ્રભુ૦ ૧
પક્ષાતીત થઈ ફરું જગતમાં, સહજે રહું સમતુલ;
	પરમારથમાં પ્રીત વાધે, ને પરધન સમજુ ધૂલ...પ્રભુ૦ ૨
જૂઠ ભર્યું ના જીવન જીવું, ભલે સંપત્તિ મળતી વિપુલ;
	સજ્જનના સત્સંગમાં, મારું મનડું રાખજે ડૂલ...પ્રભુ૦ ૩
કામ ક્રોધ મદ મત્સરના, વાગે ન જરીએ ત્રિશૂલ;
	અંતરજામી અળગા થાતાં, બનું બહુ વ્યાકુલ...પ્રભુ૦ ૪
દેવ દયાળુ દયા કરો, હું માગું એક જ મૂલ;
	હરિવર મારા હૈયા માંહી, રેજો સદાયે ડૂલ...પ્રભુ૦ ૫
 

મૂળ પદ

પ્રભુ મને થાજે એવો અનુકૂળ, જેથી મને સૂઝે મારી ભૂલ

મળતા રાગ

ઢાળ : પગ મને ધોવા દ્યો રઘુરાય

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
વિનંતી
Studio
Audio & Video
5
0