અમી ભરેલી નજરું રાખો, નારાયણમુનિ દેવ રે ૧/૧

અમી ભરેલી નજરું રાખો, નારાયણમુનિ દેવ રે;
		દયા કરીને દર્શન આપો, નારાયણમુનિ૦...ટેક.
ચરણકમળમાં શીશ નમાવી, વંદન કરું મહારાજ રે;
		દયા કરીને ભક્તિ દેજો...નારાયણમુનિ૦ ૧
હું દુ:ખિયારો તારે દ્વારે, આવી ઊભો મહારાજ રે;
		આશિષ દેજો ઉરમાં લેજો...નારાયણમુનિ૦ ૨
તારા ભરોંસે જીવન નૈયા, હાંકી રહ્યો મહારાજ રે;
		બની સુકાની પાર ઉતારો...નારાયણમુનિ૦ ૩
બાળ તમારો કરે વિનંતી, સાંભળજો મહારાજ રે;
		મુજ અંતરમાં વાસ કરોને...નારાયણમુનિ૦ ૪
 

મૂળ પદ

અમી ભરેલી નજરું રાખો, નારાયણમુનિ દેવ રે

મળતા રાગ

ઢાળ : સુંદર શ્રીઘનશ્યામ મારા

રચયિતા

કીર્તનપ્રિય

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

કીર્તનપ્રિય (સ્વરકાર)
બાલ કલરવ
Studio
Audio
10
6