તારી એક એક પળ જાય લાખની, ૧/૧

તારી એક એક પળ જાય લાખની,

તું તો માળા રે જપી લે ઘનશ્યામની... ટેક

ખાલી આવ્યા ખાલી જાશો, સાથે શું લાવ્યા લઇ જાશો,

જીવન ધન્ય રે બનાવો ભક્તિભાવથી... તું તો ૧

જુઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ,

તું તો છોડી દેને ચિંતા આખા ગામની... તું તો ૨

મારા મનડાના મોર, મારા ચિત્તડાના ચોર,

મેં તો મૂર્તિ જોઇ છે મહારાજની... તું તો ૩

હૈયે લાગી તાલાવેલી, આંખે આંસુડાની હેલી

ભક્તો ચેતીને ચાલોને જમના મારથી... તું તો ૪

ભક્તિ ખાંડા કેરી ધાર, તેથી ઉતર તું ભવપાર,

જેની લાગી છે લગન ઘનશ્યામમાં,

તે તો સુખેથી જાય છે અક્ષરધામમાં... તું તો ૫

મૂળ પદ

તારી એક એક પળ જાય લાખની,

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0