કરગરીને કહું છું ખાસ આપો તમારો દઢ વિશ્વાસ ૩/૪

 

કરગરીને કહું છું ખાસ, આપો તમારો દઢ વિશ્વાસ, 
તમારો દઢ વિશ્વાસ, આપો આપોને અવિનાશ... ટેક.
તારી મરજીમાં રહેવાય, સદા સર્વે આજ્ઞા પળાય, 
સર્વે આજ્ઞા પળાય, મારે જીવન એવું જીવાય... કરગરીને૦ ૧
ટાળો દેહતણું અભિમાન, મારું ટાળોને સર્વે માન, 
ટાળોને સર્વે માન, મને પીડે છે અજ્ઞાન... કરગરીને૦ ૨
જ્ઞાનજીવન કહે ઘનશ્યામ, મને શકિત આપો શ્યામ, 
શકિત આપો શ્યામ, રટુ અખંડ તમારું નામ... કરગરીને૦ ૩

મૂળ પદ

મારી હરપળ ભૂલો થાય, મને માફ કરો હરિરાય

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી