જેહી નામ આધા, ગયંદ સાધા, જલ અગાધા, અંતરે;
જબ જુડ ખાધા, કરી હાધા, શરણ લાધા, અનુસરે;
મીટ ગૈ ઉપાધા, ચેન બાધા, બંધ દાધા, ધાકરી;
જય રમનરાધા, મિત્ર માધા, હરન બાધા, શ્રીહરિ...૧
વસુદેવ દ્વારે, દેહ ધારે, ભાર ટારે, ભોમ કે;
સુર કાજ સારે, સંત તારે, દ્વેષી મારે, હોમ કે;
સુરપતિ હંકારે, મેઘ બારે, વ્રજ ઉગારે, ગિરધારી;
જય રમનરાધા, મિત્ર માધા, હરન બાધા, શ્રીહરિ...૨
રાધા સુગોરી, વય કીશોરી, સાંજ ભોરી, નીસરે;
તબ આત દોરી, અંગ ખોરી, દાન ચોરી, શીર ધરે;
કરી દૃગ કઠોરી, જોર જોરી, બાંહ મોરી, બલ કરી;
જય રમનરાધા, મિત્ર માધા, હરન બાધા, શ્રીહરિ...૩
નટવર તરંગી, ચાલ ચંગી, નવલ રંગી, નાથ જ્યું;
લટકે કલંગી, માન તંગી, જીત જંગી, હાથ જ્યું;
તન તેં ત્રિભંગી, ગોપ સંગી, ત્રિય ઉમંગી, ઈશ્વરી;
જય રમનરાધા, મિત્ર માધા, હરન બાધા, શ્રીહરિ...૪
મુરલી બજૈયા, ગોપ રૈયા, લાર ગૈયા, બન ફીરે;
બલદેવ ભૈયા, સંગ લૈયા, બ્રજ કનૈયા, વીચરે;
બલી જાત મૈયા, નૃત કરૈયા, કહત થૈયા, ફરી ફરી;
જય રમનરાધા, મિત્ર માધા, હરન બાધા, શ્રીહરિ...૫
વ્રજકે વિલાસી, પ્રેમ પાસી, વદન હાંસી, મંદ જ્યું;
જુધકે અધ્યાસી, દુષ્ટ નાસી, જન પ્રકાશી, ચંદ જ્યું;
રસરૂપ રાસી, નિત હુલાસી, અરણ્ય વાસી, ત્રિય તરી;
જય રમનરાધા, મિત્ર માધા, હરન બાધા, શ્રીહરિ...૬
પુતના જ્યું મારી, નથ્યો કારી, ધનુચારી, પ્રીતસેં;
ત્રીય ગોપ તારી, બ્રજબિહારી, રમન ન્યારી, રીતસેં;
દ્વિજદેવ નારી, સમજ સારી, અચલ યારી, અનુસરી;
જય રમન રાધા, મિત્ર માધા, હરન બાધા, શ્રીહરિ...૭
જયનાથ નિરંજન, ખળબળ ગંજન, જનભય ભંજન, ભગવંતા;
જયજય સુખધામા, નિર્મળનામા, શ્રીઘનશ્યામા, શોભંતા;
જયજય વૃષલાલા, મૌક્તિકમાલા, કૃષ્ણકૃપાલા, સુખકારી;
જય નરતનુધારી, વિશ્વવિહારી, અજ અવિકારી, અસુરારી-૮
જય જય મહારાજા, ગરીબનિવાજા, સંતસમાજા, પદ સેવે;
તવ ગુણ ઉર ધારી, શ્રુતિઆકારી, કીર્તિ ઉચ્ચારી, અજ સેવે;
આ અસુરપ્રમત્તા, કાળીયદત્તા, ઇતિ નિજ સત્તા, વિસ્તારી;
જય નરતનુધારી, વિશ્વવિહારી, અજ અવિકારી, અસુરારી-૯
જય અક્ષરધામી, અંતરજામી, અકળ અકામી, મુક્તપતિ;
જય ભવજળસેતુ, વૃષકુળકેતુ, હરિજનહેતુ, હંસગતિ;
જગથી સ્થિતિ ન્યારી, નાથ તમારી, ખગઉરગારી, અનુચારી;
જય નરતનુધારી, વિશ્વવિહારી, અજ અવિકારી, અસુરારી-૧૦
રાવણ રણ રોળ્યો, ચાણુર ચોળ્યો, ગિરિવર તોળ્યો, નાથ તમે;
તેથી પણ ભારી, પીડા અમારી, શ્યામ વિદારી, આજ સમે;
મધુ માંસાહારી, કૃત્યાકારી, હતો સુરારી, દુ:ખકારી;
જય નરતનુ ધારી, વિશ્વવિહારી, અજ અવિકારી, અસુરારી...૧૧
અષાઢ ઉચ્ચારં, મેઘ મલારં, બની બહારં, જલધારં;
દાદુર દુકારં, મયુર પુકારં, તડિતા તારં, વિસ્તારં;
નામ લહી સંભારં, પ્યાસ અપારં, નંદકુમારં, નિરખ્યારી;
કહે રાધે પ્યારી, મેં બલિહારી, ગોકુળ આવો, ગિરધારી...૧૨