પ્રગટ પ્રભુજી મળ્યા જેને, નથી ખામી કશી તેને ૧/૧


પ્રગટ પ્રભુજી મળ્યા જેને, નથી ખામી કશી તેને;
	કર્યા જગદીશ જેણે રાજી, તેણે સહુ દેવ પૂજ્યાજી	-પ્રગટ૦ ૧
કર્યું હેત સંતની સાથે, મરણ દુ:ખ ના રહે માથે;
	પામી નરદેહ આ રૂડો, તજ્યો કુસંગ તો કૂડો	-પ્રગટ૦ ૨
ધર્યો શુભ ધર્મ જો અંગે, થયા તે શુદ્ધ સત્સંગે;
	પ્રગટની ભક્તિ જો ભાવે, તેના ગુણ દેવ નિત્ય ગાવે	-પ્રગટ૦ ૩
ધર્યો વૈરાગ્ય દૃઢ જેણે, વિષયસુખ તુચ્છ ગણ્યું તેણે;
	ભજે નિત્ય વિશ્વવિહારી, ધન્ય નર દેહ તે ધારી	-પ્રગટ૦ ૪
 

મૂળ પદ

પ્રગટ પ્રભુજી મળ્યા જેને, નથી ખામી કશી તેને

મળતા રાગ

ઢાળ : જગતમેં જીવના થોરા

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી