ભક્તિનો લાલ હરિકૃષ્ણ કૃપાળ, પોઢયા પારણિયે ભક્તિનો લાલ ૧/૪

ભક્તિનો લાલ હરિકૃષ્ણ કૃપાળ, પોઢયા પારણિયે ભક્તિનો લાલ...ટેક.
ઝાઝા જતન કરી માતા ઝુલાવે, નેણાં ભરીને થાય નીરખી નિહાલ-પો૦ ૧
વારે વારે હરિને માતાજી નીરખે, ગોરા રૂડા છે ગિરધારીના ગાલ-પો૦૨
શોભાનું ધામ શ્યામ સારા શોભે છે, જેને જોતાં જાય જગની જંજાળ-પો૦ ૩
પુરની નિવાસી નારી આવી વધાવે, મોતી ભરીને લાવી સોનાના થાળ-પો૦ ૪
મહા મનોહર માવાની મૂરતિ, જોઈ રહે છે વૃદ્ધ જુવાન બાળ-પો૦ ૫
ઝભલું પહેર્યું છે માથે મોતીની ટોપી, રાજે છે રેશમી રૂડો રૂમાલ-પો૦ ૬
સોના રૂપાનાં શોભે રૂડાં રમકડાં, મેના પોપટ ઢેલ મોર મરાલ-પો૦ ૭
માતાપિતાને અતિ પોતાના પ્રાણથી, વાલા લાગે છે વિશ્વવિહારીલાલ-પો૦ ૮
 

મૂળ પદ

ભક્તિનો લાલ હરિકૃષ્ણ કૃપાળ, પોઢયા પારણિયે ભક્તિનો લાલ

મળતા રાગ

ઢાળ : સોનાનાં બોર ઝૂલે

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી