શ્રીઘનશ્યામ આજ ધર્મને ધામ, શોભે પારણિયે શ્રીઘનશ્યામ ૩/૪

શ્રીઘનશ્યામ આજ ધર્મને ધામ, શોભે પારણિયે શ્રીઘનશ્યામ-ટેક.
પારણું લાવ્યા છે વિશ્વકર્મા કરીને, કારીગરીનું ઘણું કીધું છે કામ-શોભે૦ ૧
હીરા માણેક મોતી જડિયાં પારણિયે, રૂડું રચ્યું છે સાવ સોને તમામ-શોભે૦ ૨
આ લોકમાં એવું ન મળે પારણિયું, દેતાં હજાર લાખ કરોડ દામ-શોભે૦ ૩
રીઝયા ધરમદેવ દેખી પારણિયું, આપ્યું અલૌકિક મોટું ઇનામ-શોભે૦ ૪
તે પારણામાં મહાપ્રભુ ઝૂલે છે, જે છે હરિજનોનું ઠરવાનું ઠામ-શોભે૦ ૫
ભાવ ભલાથી ભક્તિમાતા ઝુલાવે, પામે નહીં પલમાત્ર વિરામ-શોભે૦ ૬
માતા પિતાના ફળ્યા મનના મનોરથ, પૂરી થઈ છે તેનાં હૈયાની હામ-શોભે૦ ૭
વિહારીલાલજીની મૂર્તિ વિલોકી, પ્રેમે કરે છે વારેવારે પ્રણામ-શોભે૦ ૮
 

મૂળ પદ

ભક્તિનો લાલ હરિકૃષ્ણ કૃપાળ, પોઢયા પારણિયે ભક્તિનો લાલ

મળતા રાગ

ઢાળ : સોનાનાં બોર ઝૂલે

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી