માતાની પાસે પ્રભુ પામી હુલાસ, પોઢયા પારણિયે માતાની પાસ ૪/૪

માતાની પાસે પ્રભુ પામી હુલાસ, પોઢયા પારણિયે માતાની પાસ-ટેક.
દેવાંગનાઓ દીનબંધુ પ્રભુને, આપે આશિષ ચઢી આવી આકાશ-પો૦ ૧
ઉદ્ધવ આદિક નિજ જનના અંતરની, આવ્યા છે હરિ પૂરવાને આશ-પો૦ ૨
જાણે અજાણે જે હરિને જુએ છે, તેનાં તો પાપ સર્વ પામે છે નાશ-પો૦ ૩
ચંપા ચમેલી જાઈ જૂઈને ગુલાબનાં, સારાં ફૂલોની ત્યાં પ્રસરે સુવાસ-પો૦ ૪
દશે દિશાના દિગપાળ દેવતાઓ, એવા દીસે છે જેના દાસાનુદાસ-પો૦ ૫
કાલાં કાલાં વેણ વહાલો બોલે છે, જેમાં સુધાથી ઘણી સારી મીઠાશ-પો૦ ૬
દાડમ કળી સમ દંતુડી દેખિયે, હેતે કરે છે જ્યારે હરિવર હાસ-પો૦ ૭
જોજ્યો સખી આજ ધર્મના ધામમાં, નવલ વિહારીલાલ કરે વિલાસ-પો૦ ૮
 

મૂળ પદ

ભક્તિનો લાલ હરિકૃષ્ણ કૃપાળ, પોઢયા પારણિયે ભક્તિનો લાલ

મળતા રાગ

ઢાળ : સોનાનાં બોર ઝૂલે

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી