સખી જોન�� હસી હળવે હરિવર, ખાંત ધરી ખેલે ૧/૧

સખી જોને હસી હળવે હરિવર, ખાંત ધરી ખેલે... °ટેક

પ્રેમવતીનો કર પકડીને નાચે શ્રી ઘનશ્યામ,

પગ ઠમકે, ઘણી ઘમકે, ધરા ધમકે, જોઇ ચમકે,

સખી રુમઝુમ રુમઝુમ નેપૂર વાગે, રસિયો રંગ રેલે... સખી° ૧

થન થન થન થન નાચ કરીને ચિત્ત હરે ચિત્ત ચોર,

બોલે કાલું, લાગે વા'લું, તે નિહાળું, દુઃખ ટાળું,

સખી ધર્મકુંવરને નિરખી રતિપતિ માન સરવ મેલે... સખી° ૨

ઝબલું ને ટોપી શિર શોભે, કંઠે મોતી માળ,

ખભે પટકો, મુખ મટકો, કર લટકો, ઉર અટકો,

સખી મુજ સામું મરમાળો નિરખી, છળ કીધું છેલે... સખી° ૩

સૂંથણલી પહેરી સોનેરી, ભારે ભભકાદાર,

રૂડી નાડી, ન છૂપાડી, છે અગાડી, જોઉં દાડી,

સખી ફર ફર ફર ફર ફૂદડી ફરતાં, તનના પટ ફેલે... સખી° ૪

બાળલીલા કરીને બહુનામી, હૈડામાં હરખાય,

સુખદાતા, જુવે માતા, જગત્રાતા, મુખ ગાતા,

સખી પ્રાણ હરી પરવશ કીધાં છે, અમને અલબેલે... સખી° ૫

વિશ્વવિહારીલાલજી અમને, આપો સુખ અખંડ,

બહુ કાળ એ દયાળ, જીવો બાળ, પ્રતિપાળ,

સખી શીશ નમાવી આશિષ દઇએ, ભામિની થઇ ભેળે... સખી° ૬

મૂળ પદ

સખી જોને હસી હળવે હરિવર, ખાંત ધરી ખેલે

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી