હરિને ભજતાં હજુ કોઇની લાજ જતાં નથી જાણી રે; ૧/૧

હરિને ભજતાં હજુ કોઇની લાજ જતાં નથી જાણી રે;

જેની સુરતા શામળિયાની સાથ વદે વેદ વાણી રે... હરિને° ટેક

વહાલે ઉગાર્યો પ્રહ્લાદ, હિરણાકશ્યપ માર્યો રે;

વિભીષણને આપ્યું રાજ, રાવણને સંહાર્યો રે... હરિને° ૧

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;

ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે... હરિને° ૨

વહાલે મીરાં તે બાઇનાં ઝેર, હળાહળ પીધાં રે;

પાંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે... હરિને° ૩

આવો હરિ ભજવાનો લહાવો, ભજન કોઇ કરશે રે;

કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુઃખ હરશે રે... હરિને° ૪

મૂળ પદ

હરિને ભજતાં હજુ કોઇની લાજ જતાં નથી જાણી રે;

રચયિતા

પ્રેમળદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
3
2