સંગત તેને શું કરે જઇને કુબુદ્ધિમાં ધરે કાન ૧/૧

સંગત તેને શું કરે જઇને કુબુદ્ધિમાં ધરે કાન

સંગત તેને શું કરે, જઇને કુબુદ્ધિમાં ધરે કાન° ટેક

મરી કપૂર બેઉ ભેગાં રહેતા રે, નિરંતર કરી એક વાસ;

તોય તીખાશ એની ન ટળી રે, એની કુબુદ્ધિમાં નાવ્યો બરાસ° ૧

ચંદન ભેળો વીંટીને રે'તો રે, રાત દિવસ ભોયંગ;

તોય કંઠેથી વિષ ન ગયું રે, એને ન આવી શીતળતા અંગ° ૨

રાણી ને દાસી ભેગા રહેતાં રે, જમતાં નિત્ય કરી પ્રીત;

તોય શાણી સમજી નહિ રે, એને ન આવી રાજકુળની રીત° ૩

મોટો ખર એક બાંધિયો રે, રાજતણી ઘોડશાળ;

બોલી ઠોલી તો બદલી નહિ રે, ચંદી ખાતો'તો હારોહાર° ૪

દાદુર રહેતો તળાવમાં રે, નિત્ય કમળ સુપાસ;

કલબલ કરતો કીચમાં રે, એને ન આવી કમળની સુવાસ° ૫

પથ્થર રહેતો પાણીમાં રે, ઊંડો કરીને નિવાસ;

પ્રીતમ કહે ટાંકણે તણખા ઝરે રે, એને ન લાગ્યો પાણીનો પાસ° ૬

મૂળ પદ

સંગત તેને શું કરે જઇને કુબુદ્ધિમાં ધરે કાન

રચયિતા

પ્રીતમ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0