રૂડું સ્વામિનારાયણ નામ, નિત્ય સંભારીએ રે ૧/૧

રૂડું સ્વામિનારાયણ નામ, નિત્ય સંભારીએ રે;
	વળી કરતાં ઘરનું કામ, ઘડી ન વિસારીએ રે	... રૂડું૦ ટેક..
ધર્મસુતનું ધ્યાન જ ધરતા, વાર નહીં ભવસાગર તરતા;
	હરતાં ફરતાં હરિને હૈયે ધારીએ રે		...રૂડું૦ ૧
દુ:ખ પડે દિલગીર ન થાવું, સુખ વડે હરખાઈ ન જાવું;
	સદાય હિંમત હૈયેથી નવ હારીએ રે		...રૂડું૦ ૨
સંસાર છે સુખ દુ:ખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો;
	સંતસમાગમ કરીને મનને મારીએ રે		...રૂડું૦ ૩
સ્મરણ કરતાં સુખ જ થાશે, ફોગટનો ફેરો ટળી જાશે;
	મૂળજી કહે મહારાજ મુજને તારીએ રે		...રૂડું૦ ૪

 

મૂળ પદ

રૂડું સ્વામિનારાયણ નામ, નિત્ય સંભારીએ રે

રચયિતા

મુળજી બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.



Studio
Audio
3
1
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નાથ પધાર્યા
Studio
Audio
2
1