મારે મંદિર પધાર્યા શ્યામ થઈ બડભાગી ૧/૧

મારે મંદિર પધાર્યા શ્યામ થઈ બડભાગી,
	મારે હરિવર સાથે હેત શું લગની લાગી...ટેક.
મારા મનની પૂરી હામ કૃતારથ કીધી,
	ભવ બૂડતાં મારી બાંહ્ય ગ્રહીને લીધી...૧
મારા મનમાં વસિયા માવ તાપ સર્વે ટાળ્યા,
	મને મગન કરી મહારાજ દુરગપુર ચાલ્યા...૨
મને કરવું ન સૂઝે કામ કહો કેમ કરીએ,
	જબ મિલે ન સહજાનંદ ઠામ ક્યાં ઠરીએ...૩
એ સુખની શી કહું વાત કહી નથી જાતી,
	એ સુખ સંભારતાં આજ ફાટે મારી છાતી...૪
કહે યોગાનંદ મુનિરાય ભજી લ્યો પ્રીતે,
	નહિ આવે જમના દૂત શાસ્ત્રની રીતે...૫
 

મૂળ પદ

મારે મંદિરે પધાર્યા શ્યામ થઇ બડભાગી

મળતા રાગ

લાવણી

રચયિતા

યોગાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
7
6