તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું ૧/૧

 તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું;
	કંઈક આત્માનું કરજો કલ્યાણ...જીવન૦ ટેક.
એણે દીધેલ કોલ તે ભૂલી ગયા, જૂઠી માયાના મોહમાં ઘેલા થયા;
	ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન...જીવન૦ ૧
બાળપણ જુવાનીમાં અરધું ગયું, નહિ ભક્તિ મારગમાં પગલું ભર્યું;
	હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન...જીવન૦ ૨
પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહિ, લોભ વૈભવ ધન તજાશે નહીં;
	બનો આજથી પ્રભુમાં મસ્તાન...જીવન૦ ૩
જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો, કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો;
	છીએ થોડા દિવસના મેમાન...જીવન૦ ૪
બધા આળસમાં દિવસો વીતી જશે, પછી ઓચિંતું યમનું તેડું થશે;
	નહીં ચાલે તમારું તોફાન...જીવન૦ ૫
એ જ કહેવું આ દાસનું દિલમાં ધરો, ચિત્ત રાખી ઘનશ્યામને સ્નેહે સ્મરો;
	ઝાલો ઝાલો ભક્તિનું સુકાન...જીવન૦ ૬ 
 

મૂળ પદ

તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું

મળતા રાગ

ઘુઘવડો

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
3
0