સહજાનંદ સુખધામ અમારા સહજાનંદ સુખધામ૧/૧

સહજાનંદ સુખધામ અમારા સહજાનંદ સુખધામ

વંદન કરીએ શ્યામ અમારા સહજાનંદ સુખધામ
મંગલ મૂર્તિ અતી મનોહર દેતી સુખ આનંદ
ઘોર કલીએ પૂરે પરચા સ્વામી સહજાનંદ ....... અમારા
ગઢડે ગોપીનાથ રૂપે છે સોરઠ સારૂ નાથ
અમદાવાદે નરનારાયણ ગુર્જર ભક્તો કાજ ... અમારા
જે જન રટતો નામ તેહનું તજી કામ ને માન
ઉતરતા ભવ સાગર તેહને, ભક્ત વત્સલ ભગવાન ..અમારા
પર્વત ભાઇની પત રાખીને ઉગાર્યા આ શેઠ
જામનગરમાં જવેરબાઇની રાખી પ્રભુએ ટેક ..... અમારા
શિરને સાટે સહજાનંદનું શરણું લ્યો નરનાર
કહે નારાયણ નટવર રટતા ઉતારશો ભવપાર ... અમારા

મૂળ પદ

સહજાનંદ સુખધામ અમારા સહજાનંદ સુખધામ

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી