સદ્ગુરુ આનંદસ્વામી પાસે. શ્રીનગરમાં રે.
મંદિર કરાવ્યું ઉલાસે. શ્રીનગરમાં રે. ૧
સંવત અઢાર સુખકારી. શ્રીનગરમાં રે.
અઠોતેરની સાલ સારી. શ્રીનગરમાં રે. ૨
ફાગણ સુદની તૃતીયા ભાવિ. શ્રીનગરમાં રે.
તે દિ મૂરતિયું પધરાવી. શ્રીનગરમાં રે. ૩
જોઇને નરનારાયણ નાથ. શ્રીનગરમાં રે.
હેતે મલ્યા ભરીને બાથ. શ્રીનગરમાં રે. ૪
મધ્યના મંદિરમાં બેસારી. શ્રીનગરમાં રે.
પોતે આરતી ઉતારી. શ્રીનગરમાં રે. ૫
પૂર્વ મંદિરમાં મોરારી. શ્રીનગરમાં રે.
થાપ્યા કૃષ્ણ રાધા પ્યારી. શ્રીનગરમાં રે. ૬
પશ્ચિમ મંદિરમાં મન ભાવ્યા. શ્રીનગરમાં રે.
હેતે હરિકૃષ્ણ પધરાવ્યા. શ્રીનગરમાં રે. ૭
પિતા ધર્મને ભક્તિમાત. શ્રીનગરમાં રે.
પોતે પધરાવ્યા સાક્ષાત. શ્રીનગરમાં રે. ૮
રૂડા ગણપતિ ને કપિનાથ. શ્રીનગરમાં રે.
તે પણ સ્થાપ્યા પોતે હાથ. શ્રીનગરમાં રે. ૯
થયો સમૈયો તે ભારી. શ્રીનગરમાં રે.
આવ્યા લાખું નર ને નારી. શ્રીનગરમાં રે. ૧૦
જોઇને બોલ્યા હરિ તે વાર. શ્રીનગરમાં રે.
ચાલો સરવે શહેરની બાર. શ્રીનગરમાં રે. ૧૧
સંત હરિજન સંગે લીધા. શ્રીનગરમાં રે.
ડેરાં કાંકરીયે જઇ દીધા. શ્રીનગરમાં રે. ૧૨
તેની શોભા શી કહી દાખું. શ્રીનગરમાં રે.
તિહાં વિપ્ર જમાડ્યા લાખું. શ્રીનગરમાં રે. ૧૩
આપી દક્ષિણા બહુ ઝાઝી. શ્રીનગરમાં રે.
લઇને દ્વિજ થયા બહુ રાજી. શ્રીનગરમાં રે. ૧૪
કરી લીલા અનંત અપાર. શ્રીનગરમાં રે.
કેતાં શેષ ન પામે પાર. શ્રીનગરમાં રે. ૧૫
ધન ધન કહીએ નવો વાસ. શ્રીનગરમાં રે.
જેમાં રહ્યા ઘણું અવિનાશ. શ્રીનગરમાં રે. ૧૬
તેમાં લીંબ વૃક્ષ એક ભારી. શ્રીનગરમાં રે.
તિહાં સભા કરે સુખકારી. શ્રીનગરમાં રે. ૧૭
ઘરોઘર જઇને શ્રી ભગવાન. શ્રીનગરમાં રે.
જમતા વિધવિધના પકવાન. શ્રીનગરમાં રે. ૧૮
જેવું કહીએ ગોકુલ ગામ. શ્રીનગરમાં રે.
તેવો નવો વાસ સુખધામ. શ્રીનગરમાં રે. ૧૯
તેની ધૂળ ચઢાવું માથ. શ્રીનગરમાં રે.
દાસ કહે છે બદ્રીનાથ. શ્રીનગરમાં રે. ૨૦