શામળિયો ખેલ ખેલે સખા સાથ છપૈયામાં અનંત ભુવનનો નાથ..૫/૫

શામળિયો ખેલ ખેલે સખા સાથ. છપૈયામાં અનંત ભુવનનો નાથ. શામળિયો.

સખા સંગે નારાયણસર નાય, ડુબકી મારી જલમાંય સંતાય;

પુષ્પ વૃષ્ટિ કરે દેવ હરખાય. શામળિયો. ૧

એક દિન જાંબુડે ગયા ગોપાળ, પોતા સંગે લઇ નાના નાના બાળ;

આવ્યો મલ્લ તેને કર્યો બેહાલ. શામળિયો. ૨

ગાયું ગઉઘાટે ચારવાને જાય, બાલક્રીડા કરી વનફળ ખાય;

સખા સંગે નિત્યે નદીમાંય નાય. શામળિયો. ૩

એવી ઘણી લીલા કરે ઘનશ્યામ, જેહ જન સુંણે તેનાં થાય કામ;

દાસ બદ્રીનાથ રટે આઠું જામ. શામળિયો. ૪

મૂળ પદ

છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ, ભાવે કરી ભક્તિ ધરમને ધામ

રચયિતા

બદ્રીનાથદાસ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મંદિરીયે મારે પધારો
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0