પ્રેમવતી અતિ પ્રીત કરીને, શ્યામ સુંદરને બોલાવે જીરે;૩/૪

પ્રેમવતી અતિ પ્રીત કરીને, શ્યામ સુંદરને બોલાવે જીરે;

વિવિધ ભોજન ભાવે જમાડી, વસ્ત્ર ઘરેણાં પહેરાવે રે;

પ્રીતમ પ્યારાને. ૧

સુંથણલી સારી હીરની નાડી, ફુંમકે સોનેરી તાર જીરે;

બુટાદાર અંગરખી અંગે, ઓપે છે અપાર રે. પ્રીતમ. ૨

બાંયે બાજુબંધ બેરખા બાંધી, મંદ મંદ હસે નાથ જીરે;

માતાજીએ માથે ટોપી પહેરાવી, હેમ કડાં હાથ રે. પ્રીતમ. ૩

કંઠે કંઠી મોતીની માળા, હેમ હાર ચિત લોભે જીરે;

પગમાં તોડા ઝાંઝર ઝમકે, કંદોરો અતિ ઓપે રે. પ્રીતમ. ૪

છેલ છબિલાની મૂર્તિ જોઇને, મોહી રહે નરનારી જીરે;

દાસ બદ્રીનાથ શ્યામને નિરખી, સર્વસ્વ નાખે વારી રે. પ્રિ. ૫

મૂળ પદ

પૂરણબ્રહ્મ પુરુષોત્તમ પોતે, કૃપા કરીને આજ જીરે

રચયિતા

બદ્રીનાથદાસ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0