ગ્રહણ ગ્રાહક કરજયો, લાલજી લક્ષમા લઇને ૧/૧

ગ્રહણ ગ્રાહક કરજ્યો, લાલજી લક્ષમાં લઈને,
હરિ ભજ્યા વિના હારશો, રૂડું તન ત્યાં રહીને...૧
સ્થાન જોઈએ સુંદર ને, સાચો સંત સમાજ,
શ્રમ વિના સહજમાં, પામીએ શ્રીજીમહારાજ...૨
મથો ભળીને સંતમાં, તો મળે મોહન માવ,
છોને મથો અતિ એકલા, તેથી ટળે ન સ્વભાવ...૩
ડીમ અતિ બુદ્ધિ જેની, એવા તો લાખો લોક,
જલ્દી છોડે સંસારને, એવા તો વિરલા કોક...૪
દીનબંધુ દુ:ખહારીને, કરો પ્રાર્થના અપાર,
સાચા થઈને કરજો તો, સાંભળશે જ મોરાર...૫
ધુમાડાના બાચકા ને, વળી ઝાંઝવાનાં જળ,
જગત જૂઠું એ જેવું, કેમ મળે સુખ અટળ...૬
થાવ પહેલા અક્ષર જેમ, તો જાણું મુમુક્ષુ વીર,
વગર ‘જ્ઞાન’ના હોય તે, ત્યાં રહે ધરી ધીર...૭

મૂળ પદ

ગ્રહણ ગ્રાહક કરજયો, લાલજી લક્ષમાં

મળતા રાગ

પુર્વાછાયો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

સં.૨૦૪૯ અષાઢ વદ-૬, શનિવાર તા.૧૦/૦૭/૧૯૯૩, ઓળિયા

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી