મૂર્તિરૂપી માળામાં વિરામ રે મને કરાવોને ઘનશ્યામ રે ૧/૨

મૂર્તિરૂપી માળામાં વિરામ રે, મને કરાવોને ઘનશ્યામ રે,
રોમે રોમ તમારામાં રાખો રે, મારા બીજા ઘાટ ટાળી નાંખો રે.. ૧
મને કરો સદા મૂર્તિમય રે, ભુલ્યે પણ દેશોમાં બીજુ કંઇ રે,
મારા શુભાશુભ જે વિચાર રે, તેથી કાઢો વ્હાલા મને બહાર રે.. ૨
માયા છોડાવી મૂર્તિ આપો રે, મારા સર્વે બંધન હરિ કાપો રે,
દેખુ સહુમાં એક હું તમને રે, બીજુ કાંઇ ન દેખાય મને રે.. ૩
હાથ જોડી હરિ પાયે પડી રે, વળી વિનવું વ્હાલા રડી રડી રે,
જ્ઞાનજીવન માંગે ભીખારી રે, આપો આટલું હરિ અવતારી રે.. ૪

મૂળ પદ

મૂર્તિરૂપી માળામાં વિરામ રે

મળતા રાગ

સંત બોલે તે ભેળો હું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી