બીજુ આપ્યે રાખો છો ઘણું ઘણું રે જેથી થાશે બંધન બમણું રે ૨/૨

બીજુ આપ્યે રાખો છો ઘણું ઘણું રે, જેથી થાશે બંધન બમણું રે,
માટે તમારા વિના વસ્તુ બીજી રે, તેમા જાઉં છું હું ઘણો રીજી રે.. ૧
એવી ખામી મારી મારા પ્રાણ રે, તમે ટાળોને સર્વે સુજાણ રે,
મળો તમેં તો આનંદ થાય રે, બીજુ મળતા મન મુંઝાય રે.. ૨
એવું થાય તેવુ કરો સ્વામી રે, દયા કરી ટાળો મારી ખામી રે,
હું તો બાળ છું વ્હાલા તમારો રે, કૃપા કરીને કૃષ્ણ ઉગારો રે.. ૩
તમે છો વ્હાલા દયાના સાગર રે, કરો દયા હરિ મુંજ પર રે,
સુણો જ્ઞાનજીવનના બાપ રે, ટાળો પંચવિષયનો સંતાપ રે.. ૪

મૂળ પદ

મૂર્તિરૂપી માળામાં વિરામ રે

મળતા રાગ

સંત બોલે તે ભેળો હું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી