દેજો દેજો રે, ભકિત મુજને ભકિતતણા કુમાર દેજયો દેજયો રે, શકિત મુજને, શકિતતણા સરદાર ૧/૧

દેજો દેજો રે, ભકિત મુજને ભકિતતણા કુમાર,
દેજયો દેજયો રે, શકિત મુજને, શકિતતણા સરદાર..ટેક.
હું આવી છું રે શરણે તમારે, સહજાનંદ સુખધામ,
હું લાવી છું રે, તમને દેવા તનમન હે ઘનશ્યામ..દેજયો૦ ૧
તમે છો મારા રે, હું છું તમારી, દામ વિનાની વેચાણ,
હું છું પુતળી રે, માટીની તમે પ્રીતમ મારા પ્રાણ..દેજયો૦ ૨
વહાંરે રહેજયો રે, જ્ઞાનજીવનને, હરપળ હે હરિરાય,
ક્યાંઇના દેશો રે, બંધાવા મને ભવસાગરની માંય..દેજયો૦ ૩

મૂળ પદ

દેજો દેજો રે, ભકિત મુજને ભકિતતણા કુમાર

મળતા રાગ

ઘોર અંધારી રે રાતલડીમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0