સુખકારી તે શીવજી આજરે.૧/૪

સુખકારી તે શીવજી આજરે. પૂજીયે પ્રિતેથી.

મહાદેવ મોટા મહારાજ રે. પૂજીયે પ્રિતેથી. ૧

તજી સર્વે સંસારના કાજ રે.પૂ. લઇ પૂજા તણો સમાજ રે. પૂ. ૨

બિલીપત્રને આક ધતુર રે. પૂ. કરો આરતી લઇ કપુર રે.પૂ. ૩

શીવ શોભે સતી લઇ સાથ રે. પૂ. વળી ડમરુ વજાવે હાથ રે. પૂ. ૪

ત્રણ લોચનને ચંદ્ર લલાટ રે.પૂ. શિરે ગંગા કરે ઘુઘવાટ રે. પૂ. ૫

બદ્રીનાથ કે ભવને ભવાની રે.પૂ. થાયરાજી આપે વરદાની રે. પૂ. ૬

મૂળ પદ

સુખકારી તે શીવજી આજરે.

રચયિતા

બદ્રીનાથદાસ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0