ધન્ય ધન્ય તે ધર્મનું ધામ રે. શંકર સુખકારી૩/૪

ધન્ય ધન્ય તે ધર્મનું ધામ રે. શંકર સુખકારી

કરે સેવા તેનાં સરે કામ રે. શંકર સુખકારી. ૧

જેને દયા ઘણી દિલમાંય રે. શં. થોડી સેવાએ રાજી બહુ થાયરે.શં. ૨

થયું સાગરથકી ઝેર જ્યારે રે. શં. લાગીબળવા ત્રિલોકી ત્યારે રે. શં. ૩

જોઇ દયા આવી અપાર રે. શં. સાધી જોગ કલા તેહ વાર રે. શં. ૪

હળાહળ હાથે વિખ લીધુ રે. શં. સૌને જોતાં પોતે પાન કીધું રે. શં. ૫

બદ્રીનાથકહે તેદી સુખધામ રે. શં. નીલકંઠ શંકર પડ્યું નામ રે. શં.૬

મૂળ પદ

સુખકારી તે શીવજી આજરે.

રચયિતા

બદ્રીનાથદાસ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0