પ્રભુજી પ્રાણના આધાર છો પ્રીતમજી ભૂલી ગયા શું મારા નાથ રે શ્રી સહજાનંદ ૧/૧

પ્રભુજી પ્રાણના આધાર છો પ્રીતમજી,
ભૂલી ગયા શું મારા નાથ રે શ્રી સહજાનંદ,
કેદી મળવાને વાલા આવશો ઉતાવળા..ટેક.
આનંદભૂત મારા આતમા પ્રીતમજી,
આવીને ઝાલો મારો હાથ રે શ્રી સહજાનંદ...કેદી૦ ૧
સાધન ને સાધ્ય મારે આપ છો પ્રીતમજી,
સાધન કરાવો દઢ બાપ રે શ્રી સહજાનંદ...કેદી૦ ૨
મળો છો કૃપા કરી ભકતને પ્રીતમજી,
બાળીને પૂરવ કેરા પાપ રે શ્રી સહજાનંદ...કેદી૦ ૩
અતિ વિોંેંાસ ને દઢ પ્રીતડી પ્રીતમજી,
જલ્દી કરાવો તમ માંય રે શ્રી સહજાનંદ...કેદી૦ ૪
દર્શનની છે જો અતિ ધાંખડી પ્રીતમજી,
જ્ઞાનજીવનને મન માંય રે શ્રી સહજાનંદ...કેદી૦ ૫

મૂળ પદ

પ્રભુજી પ્રાણના આધાર છો પ્રીતમજી

મળતા રાગ

જોને વિચારી તારા જીવમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી