એહ સુખને કોઈ સમાન, નાવે બીજું જોડે જોતાં ૪/૪

એહ સુખને કોઈ સમાન, નાવે બીજું જોડે જોતાં;
	જોતાં સુર નર નાગ નિદાન, સુખ નવ સુણ્યું સુતા...૧
સુતા જઈને પામીએ સુખ, વિમુખ હરિથી થઈ;
	થઈ રહીએ શ્યામ સન્મુખ, સદા સત્સંગે રઈ...૨
રઈ આજ મોર્યે જેની લાજ, સાચા હરિ સંત મળે;
	મળે સુંદર એવો સમાજ, પાપ તાપ તર્ત ટળે...૩
ટળે ત્યારે સરવે ફંદ, જ્યારે હરિ મળે આપે;
	આપે નિષ્કુળાનંદ આનંદ, કષ્ટ બીજાં સર્વે કાપે...૪
 

મૂળ પદ

આજ આવિયો આનંદ અંગ, ઉમંગ ઉરે અતિ

મળતા રાગ

ધોળ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી