મલે જીવન મુક્ત તે જોગીયા, ત્યારે ટળે તનમન તાપ, ૧/૪

મલે જીવન મુક્ત તે જોગીયા, ત્યારે ટળે તનમન તાપ,

સતસંગ કીજીયે....૧

ફરે અવયવ આરે શરીરના, પરા પળાય પંડના પાપ, ……….સંત..૨

જેમ કીટ મટી થાય ભમરી તેને કીટ કહે નહિ કોય, …………..સંત..૩

જેમ પારસ પરસે લોહને, તેતો હેમ હેલામાંય હોય, ……. ……..સંત..૪

જેમ ચંદન વાસથી વૃક્ષને, કરે ચંદન સમાન સોય, ............ સંત..૫

જેમ મલીન મલે જળ જાનવી, તેને તરત કરે ગંગ તોય….. સંત..૬

ત્રાંબા મોર પલટે છે પાણીયે, કરે કંચન મય રસકુપ, ………..સંત..૭

તેમ સદ‌્ગુરુ મુખિયા સતથી, થાયે જંત તે સંત સ્વરૂપ, ……….સંત..૮

શુક નારદ વ્યાસ ને વાલ્મીક, એતો ઇશ્વર કાવીયા આપ…….સંત..૯

ધ્રુવ અંબરીશ પ્રહલાદ વિભીષણ.થયા સુખિયા સંત પ્રતાપ...સંત..૧૦

સંત સર્વે સુખ થાવા ઠામ છે, તે તો પ્રસિદ્ધ કહે છે પુરાણ......સંત.. ૧૧

મન કર્મ વચને તું માનજે, કહે નિષ્કુળાનંદ નિરવાણ, ............સંત..૧૨

મૂળ પદ

મલે જીવન મુક્ત તે જોગીયા, ત્યારે ટળે તનમન તાપ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી