તમે અંતરની આંખ્યે ઓળખી, કરો સદ્ગુરુ સંતનો સંગ, ૨/૪

 તમે અંતરની આંખે ઓળખી,
	કરો સદ્ગુરુ સંતનો સંગ, ઓળખવું અંતરે-ટેક.
ગાયે ગીતા ભાગવત સંતને, એવાં લક્ષણ હોય જેને અંગ-ઓળ૦ ૦૧
એથી અર્થ સરે સર્વે આપણો, જાયે જન્મ-મરણનું દુ:ખ-ઓળ૦ ૦૨
હર્ષ-શોક શમે આ સંસારના, થાયે અંતરે શાંતિ ને સુખ-ઓળ૦ ૦૩
	કરે નિરભે ભાંગી ભવ ભયને, તેને પાછો પરાભવ ન થાય-ઓળ૦ ૦૪
મટે કાળ કર્મ ને કલ્પના, જમશિર તે જાંગીના વાય-ઓળ૦ ૦૫
	સાચા સદ્ગુરુથી સુખ પામીએ, ખાયે ખોટાથી મોટી જો ખોટ-ઓળ૦ ૦૬
જેથી જન્મ જાય એળે આપણો, પછે ચડીએ તે કાળની ચોટ-ઓળ૦ ૦૭
	મિથ્યાવાદીને સંગે જો માલતાં, કોઈ કાળે ન સરે કાજ-ઓળ૦ ૦૮
પાર ન કરે પોત પાષાણનું, તરે તારે જો કાષ્ટનું ઝા’ઝ-ઓળ૦ ૦૯
	એમ સત્ય અસત્યને ઓળખી, વળી કરીએ વિવેક વિચાર-ઓળ૦ ૧૦
કહે નિષ્કુળાનંદ નર હેતનું, એળે ન ખોયે આ અવતાર-ઓળ૦ ૧૧ 
 

મૂળ પદ

મલે જીવન મુક્ત તે જોગીયા, ત્યારે ટળે તનમન તાપ,

મળતા રાગ

ધોળ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી