ધન્ય ધન્ય એ સંત સુજાણને  ૪/૪

 ધન્ય ધન્ય એ સંત સુજાણને,
	જેનું ઊલટી પલટયું આપ, સંત તે સ્વયં હરિ-ટેક.
આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ-સંત૦ ૦૧
	જેના શીશમાં શીશ છે શ્યામનું, જેનાં નેણમાં નાથનાં નેણ-સંત૦ ૦૨
જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વાલાના વેણ-સંત૦ ૦૩
	જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ-સંત૦ ૦૪
જેની જીભમાં જિહ્વા જીવનની, જેના હાથમાં હરિના હાથ-સંત૦ ૦૫
	જેના હૃદયમાં હૃદય હરિ તણું, જેના પાવમાં પ્રભુના પાવ-સંત૦ ૦૬
જેમ હીરો હીરા વડે વેંધીએ, તેમ થયો તે સહજ સમાવ-સંત૦ ૦૭
	એમ સંતમાં રહ્યા છે શ્રીહરિ, માટે સંત છે સુખનું ધામ-સંત૦ ૦૮
ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે, તેને રહેવાનું સંત છે ઠામ-સંત૦ ૦૯
	એવા સંત શિરોમણિ ક્યાં મળે, જેણે દેહબુદ્ધિ કરી દૂર-સંત૦ ૧૦
કહે નિષ્કુળાનંદ એને સંગે, ઊગે અંતરે આનંદ સૂર-સંત૦ ૧૧ 
 

મૂળ પદ

મલે જીવન મુક્ત તે જોગીયા, ત્યારે ટળે તનમન તાપ,

મળતા રાગ

ધોળ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અક્ષરવલ્લભદાસ સ્વામી

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
નારદ મેરે સંતસે અધિક ન કોઈ
Studio
Audio
1
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
0