લેર્ય આવેછે આનંદની, પ્રગટ પરીબ્રહ્મ ને પરસીરે ૨/૪

લેર્ય આવેછે આનંદની, પ્રગટ પરીબ્રહ્મ ને પરસીરે,

અગોચર તે ગોચર થયા, અમુરતી મુરત દરશિરે,

અંનત બ્રહમાંડ એના રોમમાં, રહેછે અણુંની રીતરે,

તે નરતન ધરી નાથજી, પ્રગટ્યા પૂરણ પ્રીતેરે,

અખિલ બ્રહ્માંડના આતમા, વૈખરી વાતમાં નાવેરે,

નિર્ગુણ તે સગુણ થયા, ભેટીયા ભૂધર ભાવેરે,

અતિ અગમ તે સુગમ થયા, નિગમ નેતિ નેતિ ગાયરે,

અગોચર ગોચર એણી પેરે, માપને થાપ તે ન થાયરે,

ઉપમા એકે આવે નહિ, દ્રષ્ટાંતે થાય છે દ્વૈતરે,

નિષ્કુળાનંદ નથી કેવે, થાયે નૈ દ્વૈત કે અદ્વૈતરે,

મૂળ પદ

આજ આંનદ સિંધુ ઉલટ્યા, પ્રગટ્યા તે પૂરણાનંદરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી